ભારે કરી! હળવદની સરકારી હોસ્પીટલના દવા રૂમમાં ખુંટીયો ઘુસી ગયો

- text


બે કલાકની મહેનત બાદ આખલો બહાર નીકળતા સ્ટાફે રાહતનો શ્વાસ લીધો

હળવદ : હળવદની સરકારી હોસ્પીટલમાં આવેલ દવા રૂમમાં દવા રૂમનો દરવાજો ખુલ્લો રહી જતા દવા રૂમમાં ખુંટીયો ઘુસી ગયો હતો. આથી, લોકોની દોડધામ મચી જવા પામી હતી. બે કલાક બાદ ખૂંટિયાને બહાર કઢાતા સરકારી હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.

હળવદ તાલુકામાં ટીકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દવાઓ હળવદની સરકારી હોસ્પિટલના રૂમમાં રાખવામાં આવે છે ત્યારે શુક્રવારે સાંજે હોસ્પિટલથી પરત જતાં સ્ટાફના માણસોથી રૂમનો દરવાજો બંધ કરવાનું ભુલી જતા એક ખુંટીયો રૂમમાં આવી જતા દવાના બોક્સ અને દવાઓ ખાવા લાગ્યો હતો. જેના કારણે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. બે કલાકની મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ આ દવાઓ ખરાબ થઈ ગઈ હતી ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, તેવી હળવદવાસીઓની માંગ ઉઠવા પામી છે.

- text

- text