પ્રભારી મંત્રીના હસ્તે ટંકારામાં ૩૭ લાભાર્થીઓને સનદ વિતરણ કરાયું

- text


માલધારી સમાજના ૩૭ પરિવારોને ઘરથાળના પ્લોટ આપવામાં આવ્યા

ટંકારા : રાજ્યકક્ષાના પશુપાલન અને ગો સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમના હસ્તે ટંકારા ખાતે ખીજડીયા ગામના લાભાર્થીઓને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું.

ટંકારા આઇટીઆઇના સભા ખંડ ખાતે ગુરુવારે તાલુકાના ખીજડીયા ગામના માલધારી સમાજના ૩૭ જેટલા લાભાર્થીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યકક્ષાના પશુપાલન અને ગો સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી છેવાડાના ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને લાભો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે ૩૭ પરિવારોને તેમના પ્લોટનું સનદ વિતરણ કરવામાં આવ્યું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્લોટની ફાળવણીએ તમારા પરિવારનો કાયમી આસરો બની રહેશે.

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે તાલુકા વિકાસ અધિકારી એચ.ડી. જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અંતે હળવદ જીઆઇડીસી દુર્ઘટનામાં અવસાન પામેલા ૧૨ જેટલા શ્રમિક મૃતકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તમામ મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઇ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર એન.પી. શુક્લ, તાલુકા વિકાસ અધિકારી એચ.ડી. જાડેજા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જી.પી. ભીમાણી, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, પ્રભુભાઇ કામરીયા, અશોકભાઇ ચાવડા, ભવાનભાઇ ભાગીયા, કિરીટભાઇ અંદરપા, ગોરધનભાઇ ખોખાણી સહિતના અગ્રણીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text