મોરબી જિલ્લામાં દસ દિવસમાં 15 અકસ્માતમાં 16ના મોત

- text


વધતા જતા ફેટલ અકસ્માતો ચિંતાજનક : ઓવરસ્પીડ, ગરમી અને ટ્રાફિકનું ભારણ વધ્યું : ટાયર ફાટવાના બનાવોમાં પણ વધારો

મોરબી : મોરબી જિલ્લાને જોડતા હાઇવે રંક્તરંજીત બન્યા છે. જેમાં મોરબીથી માળીયા, હળવદ, વાંકાનેર અને રાજકોટ હાઇવે ગોઝારો બન્યો છે. આ હાઇવે ઉપર દસ દિવસમાં 15 અકસ્માતમાં 16ના મોત થયા છે. જેમાં ઓવરસ્પીડ, ગરમી અને ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને ટાયર ફાટવાના બનાવોમાં પણ વધારો થયો છે.વધતા જતા ફેટલ અકસ્માતો ચિંતાજનક છે.

- text

છેલ્લા દસ દિવસમાં જોઈએ તો તા.6ના રોજ ઘુંટુ રોડ ઉપર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત, તા.7ના રોજ નાગડાવાસના પાટિયા પાસે અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત, તા.7ના રોજ બંધુનગર પાસે બાઈક સ્લીપ થતા પોલીસકર્મીનું મોત, તા.8ના રોજ મોરબી માળીયા હાઇવે ઉપર ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ચાર સહિત પાંચ વ્યક્તિના મોત, તા. 9ના રોજ હળવદ નજીક ટ્રેલર હડફેટે ટ્રેકટર ચાલકનું મોત, તા.10ના રોજ ટંકારા નજીક અજાણ્યા વાહન હડફેટે વાહન ચાલકનું મોત, તા.11 ના રોજ હળવદના સુસવાવ નજીક બોલેરો કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે વ્યક્તિના મોત, તા.11ના રોજ હળવદના જુના દેવળીયા પાસે અકસ્માતમાં કાર ચાલકનું મોત, તા.12ના રોજ મોરબીના રાપર ગામે ટ્રેકટર નીચે દબાઈ જતા યુવાનનું મોત, તા.16ના રોજ વાંકાનેર ટોલનાકા નજીક અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત અને આજ દિવસે હળવદ નજીક કાર પલ્ટી જતા મોરબીના યુવાનનું મોત નીપજ્યું હતું. આ રીતે મોરબી જિલ્લાને જોડતા હાઇવે ઉપર સતત અકસ્માતના બનાવ વધતા હોવાથી હાઇવે ઓથોરિટી તથા પોલીસ તંત્ર અકસ્માત અટકાવવા યોગ્ય કામગીરી કરે તે જરૂરી છે.

- text