માળીયાના વિશાલનગર ગામને અલગ ગ્રામ પંચાયતની મંજુરી મળી

- text


રાજ્યમંત્રીએ આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ તાકીદે નિર્ણય લીધો

માળીયા (મી.) : માળીયા તાલુકાના વિશાલનગર ગામને અલગ ગ્રામ પંચાયત મંજુર કરવા મોરબી-માળીયા(મી)ના મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ તાત્કાલિક આ અંગે નિર્ણય લઇ, વિશાલનગર ગ્રામ પંચાયતને અલગ દરજજો આપતાં હુકમો કર્યા છે.તેમજ માળીયા(મી) તાલુકાનાના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા જે-તે વિભાગના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી છે.

માળીયા(મી) તાલુકાના સુલતાનપુર ગ્રામ પંચાયતમાંથી અલગ ગ્રામ પંચાયત કરવાની લાંબા સમયથી લોક માંગણી અન્વયે, માળીયા(મી) તાલુકાના ભાજપા આગેવાન તેમજ સુલતાનપુર ગામના આગેવાનોએ મારા સમક્ષ રજુઆત કરવા મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ તાત્કાલિક આ અંગે નિર્ણય લઇ,વિશાલનગર ગ્રામ પંચાયતને અલગ દરજજો આપતાં હુકમો કર્યા છે.

માળીયા(મી) તાલુકાના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર ખાતે રાજય મંત્રી બ્રિજેશ મેરજાને મળવા આવેલ હતું, જેમાં માળીયા(મી) તાલુકાના સિંચાઇ, પીવાનું પાણી, સાગર ડેમ, રસ્તા, એસ.ટી. બસ રૂટોની સુવિધા,૧૦ એકર અગરીયાના પ્રશ્નો અંગે રજુઆત કરતાં મંત્રી મેરજાએ તાબડતોડ જે-તે વિભાગના અધિકારીઓને આ અંગે જરૂરી સૂચનાઓ આપી,ત્વરિત કામોનો નિકાલ થાય તેમ કરાવ્યું હતું.

- text

આ પ્રતિનિધિમંડળમાં મોરબી જિલ્લા ભાજપા મહામંત્રી બાબુભાઇ હુંબલ, માળીયા(મી) તાલુકા ભાજપા પ્રમુખ મણીલાલ સરડવા, માળીયા(મી) તાલુકા ભાજપા મહામંત્રી અરજણભાઇ હુંબલ,મનીષભાઇ કાંજીયા, તાલુકા યુવા ભાજપા પ્રમુખ હિતેશભાઇ દસાડીયા, માળીયા(મી) તાલુકા ભાજપા આગેવાન આર.કે.પારેજીયા,તાલુકા ભાજપા કિસાન મોરચો પ્રમુખ નિલેશભાઇ સંઘાણી, કિસાન મોરચોના અગ્રણી એવાં દેવાભાઇ ડાંગર,ધર્મેશભાઇ કાલરીયા, આશીષભાઇ દસાડીયા(એડવોકેટ) સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

- text