મોરબીમાંથી બે અને ટંકારાના છત્તર નજીકથી એક બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વાહનચોર ટોળકી તરખાટ મચાવી રહી છે ત્યારે ગઈકાલે મોરબીમાંથી બે અને ટંકારા તાલુકાના છત્તર નજીકથી એક મળી કુલ ત્રણ મોટર સાયકલ ચોરાઈ જવા અંગે ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શક્તિપ્લોટશેરી નંબર -2માંથી મકરાણીવાસમાં રહેતા મુસ્તુફાભાઈ ઈકબાલભાઈ જુસાણીની માલિકીનું 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરાઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

એ જ રીતે નિત્યાનંદ સોસાયટી રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી હાર્દીકભાઇ મુકેશભાઇ હુંબલની માલિકીનું 25 હજારની કિંમતનું હીરો કંપનીનુ સુપર સ્પ્લેન્ડર સર્કિટ હાઉસ નજીકથી ચોરાઈ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

જયારે ટંકારાના છત્તર નજીક હાઇવે ઉપરથી મૂળ મોરબી વીશીપરાના રહીશ અને હાલ રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીક રહેતા ફરીદભાઈ યુસુફભાઈ શાહમદારની માલિકીનું રૂપિયા 35 હજારની કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરાઈ જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text