ટંકારાના ગણેશપરના અંબાજી મંદિરમાં ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

- text


તા. 7ના રોજ લોકડાયરાનું આયોજન કરાયું

ટંકારા : ટંકારા તાલુકાના ગણેશપર ગામમાં આવતીકાલ તા.6 થી તા.8ને રવિવાર સુધી અંબાજી મંદિર,ગણેશપર,ટંકારા ખાતે \અંબા માતાજીનું પૂજન,ગણપતિદાદા,હનુમાનદાદા,બહુચરાજી માતાજી,બ્રહ્માણી માતા,ખોડિયાર માતા તથા શિખર,કળશ,ધ્વજનો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં તથા યજ્ઞ નારાયણના દર્શન તેમજ મહાપ્રસાદ લેવા જાય અંબે ચેરીટેબલ ટ્રસ્ટ તથા ચૌધરી પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.આચાર્યપદે દીપકભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહેશે.

પ્રથમ દિવસ તા.6ના રોજ દેહ શુદ્ધિ સાંજે 8 કલાકે, બીજો દિવસ તા.7ના રોજ સાવરે 8 કલાકે ગણપતિ પૂજન,9 કલાકે મંડપ પ્રવેશ,10 કલાકે પૂજન,બપોરે 11 કલાકે ગ્રહ હો અને પ્રસાદ ,સાંજે 4 કલાકે જળયાત્રા,5 કલાકે સામૈયા,6 કલાકે ધાન્યાધીવાસ,ભોજન અને ઉત્તર પૂજન અને 6:30 કલાકે મહાઆરતી તથા માતાજીની રથયાત્રા સવારે 7 કલાક થી લખધીરગઢ ગામથી પ્રસ્થાન કરી હરીપર ગામ તેમજ ત્યાંથી ભૂતકોટડા ગામ અને ત્યાંથી ગણેશપર ગામમાં આવશે.ત્રીજો દિવસ તા.8ના રોજ સવારે 8 કલાકે ગણપતિ પૂજન,સવારે 9 કલાકે સ્થાપન પૂજન,સવારે 11 કલાકે સ્નપન વિધિ,બપોરે 12:20 કલાકે પ્રતિષ્ઠા,બપોરે 3:30 કલાકે પ્રતિષ્ઠા યજ્ઞની પૂર્ણાહુતી અને સાંજે 4 કલાકે મહાઆરતી કરવામાં આવશે.

તા.8ના રોજ બપોરે 11 કલાકે ગણેશપર ખાતે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.તેમજ તા.7ના રોજ રાત્રે 8:30 કલાકે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોકગાયક સાગર મેસવાણીયા,લોકગાયિકા વસંતબેન પટેલ અને હાસ્ય કલાકાર સંજય સોજીત્રા લોકડાયરામાં ધૂમ મચાવશે.

- text

- text