માળીયા અને હળવદ તાલુકાના અગરિયાઓ માટે પાણીના ટેન્કર શરૂ કરાયા

- text


 

મોરબી: હાલ કાળઝાળ ગરમી પડી રહી છે સાથે પાણીની સમસ્યા પણ ઉભી થઇ છે. ત્યારે મોરબી જિલ્લાના માળીયા મીયાણા અને હળવદ તાલુકાના 10 એકર અગર વિસ્તારોમાં મીઠું પકવતા અગરીયાઓ તેમજ મજૂરો માટે પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવ્યા છે.

- text

માળીયા મીયાણા અને હળવદ તાલુકામાં અગર વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉભી થતી હોય મીઠું પકવતા અગરીયાઓ તેમજ મજૂરોને રણ વિસ્તારોમાં પીવા માટેનું પાણી ટેન્કરો મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે. આ માટે મોરબી પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર વાકણી સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર વર્મા, ખ્યાતિબેન, મોદી, ચૌહાણ, અગરિયા હિત રક્ષક મંચના મોરબી જીલ્લાના કોઓર્ડિનેટર મારુતભાઈ બારૈયા દ્વારા મોરબી જિલ્લાના માળીયા મીયાણા અને હળવદ તાલુકાના રણ વિસ્તારોની સ્થળ રોજકામ કરીને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણીના ટેન્કરો છેલ્લા ડિસેમ્બર 2021થી શરૂ કરવામાં આવ્યા છે. અગરિયાઓ માટે પીવાના પાણીના ટેન્કરો તાલુકા પાણી સમિતિ અને જિલ્લાકક્ષાની પાણી સમિતિની મંજૂરી લઈને શરૂ કરાયા છે.

- text