બગીચામા જુગાર રમતા ચાર જુગારી 40,100 રોકડા સાથે ઝડપાયા

- text


મોરબી તાલુકા પોલીસે ગાળા ગામના પાટિયા નજીક દરોડો પાડ્યો

મોરબી : મોરબી તાલુકા પોલીસે ગાળા ગામના પાટિયા નજીક બગીચામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓને રોકડા રૂપિયા 40,100 સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે ગાળા ગામના પાટિયા નજીક આવેલ બગીચામાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પ્રકાશભાઇ ગોરધનભાઇ બાવરવા, રહે.જીકીયારી, ભાનુભાઇ જશાભાઇ રાઠોડ, રહે.જુના નાગડાવાસ, મહેશભાઇ શાંતીભાઇ સાવરીયા, રહે.મોરબી-૧ રવાપર લીલાપર રોડ દર્શન સોસાયટી મોરબી અને વાલમજીભાઇ ઉકાભાઇ સંઘાણી, રહે.ઉંચી માંડલ વાળાને રોકડા રૂપિયા 40,100 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text