મોરબીમાં મહિલા સંચાલિત મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટનું લોકાર્પણ

- text


મયુર ડેરીની 24 હજાર લીટર દૂધ સાથે શરૂઆત થયા બાદ હાલ 1.87 લાખ લીટર દૂધની આવક

મોરબી : મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મયુર ડેરોને વધુ વિકસાવવાના હેતુથી થોડા સમય અગાઉ રૂ.6.50 કરોડના ખર્ચે મોરબીના પંચાસર રોડ ઉપર અત્યાધુનિક ચિલિંગ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ચિલિંગ સેન્ટરનું નિર્માણ કામ પૂરું થઈ જતા આજે આ મહિલા સંચાલિત મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

- text

મયુર ડેરીના ચિલિંગ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઈ ચાવડા તેમજ મયુર ડેરીની તમામ મંડળીની બહેનો મોટો સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ તકે મહિલા સંચાલિત મયુર ડેરીના ચેરમેન હંસાબેને જણાવ્યું હતું કે, આ મયુર ડેરીનો નવો પ્લાન્ટ ખૂબ જ ઉપયોગી રહેશે.મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત આ મયુર ડેરી ખૂબ જ વિકાસ કરી રહી છે. હાલ 225 મંડળીઓની બહેનો જોડાઈ છે. જો કે મયુર ડેરીની શરૂઆત થઈ ત્યારે 24 હજાર લીટર દૂધની આવક હતી. હવે મયુર ડેરી વટવૃક્ષ બની જતા દરરોજ મયુર ડેરીમાં 1 લાખ 87 હજાર લીટર દૂધની આવક થઈ રહી છે. આટલી દૂધની આવકથી મયુર ડેરીનો કેટલો વિકાસ થયો તેનો અંદાજ લગાવી શકાય છે.

- text