હળવદમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સારસ્વત શિક્ષક સ્નેહમિલન સમારોહ યોજાયો

- text


હળવદ ટીમમાં નવા કાર્યકર્તાઓ હોદેદારોની ઘોષણા કરવામાં આવી

હળવદ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત શિક્ષકોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં મોરબી જિલ્લા અને તમામ તાલુકાના કાર્યકર્તાઓ તેમજ હળવદ તાલુકાના 413 જેટલા શિક્ષકોની ઉપસ્થિતમાં સ્નેહમિલન યોજાયું હતું.તેમજ હળવદ ટીમમાં નવા કાર્યકર્તાઓ હોદેદારોની ઘોષણા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ “રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ” ધ્યેય સૂત્રને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષકો અને સમાજમાં રાષ્ટ્રીય ભાવના કેળવાય એવા હેતુથી કાર્ય કરી રહ્યું છે. આ ભગીરથ કાર્યમાં વધુ એક ડગલું આગળ વધતા મળીશું તો જ ભળીશું યુક્તિને સાર્થક કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના સારસ્વત મિત્રોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં હળવદ તાલુકાના શિક્ષકોના દરેક પ્રશ્નોને વાચા આપનાર તથા હરહંમેશ સત્યની પડખે ઉભા રહી શિક્ષકોના હિત માટે ચિંતન મનન કરતા હળવદ તાલુકાના સાત રત્નો વાસુદેવભાઇ એમ.ભોરણીયા,નવિનભાઇ બી.પટેલ,કરશનભાઈ કે. ડોડીયા,લાલજીભાઈ એચ.મકવાણા,દિલીપસિંહ ડી ચૌહાણ,બાબુલાલ જી.વાઘેલા,પ્રવીણભાઈ પી.કુરિયાને હર્ષભેર આવકારવામાં આવ્યા હતા.

હળવદ તાલુકા ટીમના હાથ મજબૂત બને એ માટે નવી જવાબદારીની ઘોષણા કરવામાં આવી હતી.જેમાં નટુભાઈ પટેલને ઉપાધ્યક્ષ,વિઠ્ઠલભાઇ કણઝારીયા વેગડવાવને સહ સંગઠનમંત્રી,નુતનબેન વરમોરાને મહિલા ઉપાધ્યક્ષ, ચૌહાણ નિતુબેનને મહિલામંત્રી,રવિતાબેન કાસુંદ્રાને મહિલા સહમંત્રીનું દાયિત્વ સોંપવામાં આવ્યું.આ ભવ્ય કાર્યક્રમમાં દિલીપભાઈ સોની સંઘ ચાલકજી હળવદ,મોરબી જિલ્લા ટીમમાંથી અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા,મંત્રી કિરણભાઈ કાચરોલા, સિનિયર ઉપાધ્યક્ષ પ્રદીપભાઈ કુવાડિયા,ઉપાધ્યક્ષ તથા માળિયા તાલુકાના અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, સંગઠનમંત્રી હિતષભાઇ ગોપાણી,પ્રચારમંત્રી હિતેષભાઈ પાંચોટીયા તથા વાંકાનેર તાલુકા અધ્યક્ષ અશોકભાઈ સતાસીયા,મહિલા ઉપાધ્યક્ષ લાભુબેન કારાવદરા તેમજ વાંકાનેર ટીમના જવાબદાર સભ્યો,મોરબી તાલુકામાં અધ્યક્ષ સંદીપભાઈ લોરીયા,માળિયા તાલુકાના સિનિયર ઉપાધ્યક્ષ રાજેશભાઇ રાઠોડ તથા દિનેશભાઇ કાનગડ,ટંકારા તાલુકા ટીમ માંથી મંત્રી રસિકભાઈ ભાગીયા,ચેતનભાઈ ભાગીયા તથા ટીમના અન્ય જવાબદાર સભ્યો અને અંદાજીત 413 જેટલા શિક્ષક ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

- text

આ કાર્યક્રમને દિવ્ય બનાવવામાં હળવદ તાલુકાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ ગોસરા,મંત્રી કેતનભાઈ વડાવીયા, સંગઠનમંત્રી હિતેષભાઇ જાદવ,કોષાઅધ્યક્ષ રાજુભાઇ ગોહિલ તેમજ ટીમના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.એમ મોરબી જીલ્લા પ્રચારમંત્રી હિતેષભાઈ પાંચોટીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text