ટંકારાના ખીજડિયા નજીક બે મોટર સાયકલ સામસામે અથડાતા મહિલા સહિત બે ના મૃત્યુ

- text


હોળી – ધુળેટીના તહેવારમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ

ટંકારા : ટંકારા તાલુકાના ખીજડિયા ઘુંનડા વચ્ચે ગત તા.18ના રોજ બે બાઈક સામસામે અથડાતા ખેત શ્રમિક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજયા હતા જ્યારે બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જોડિયા તાલુકાના બોડકા ગામે રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખંડાલારાવ ગામના રહેવાસી જગનભાઇ ભવાનભાઇ ભુરીયા, તેમના પત્ની રીનાબેન અને બનેવી દિનેશભાઇ રાઘુભાઇ સાથે ગત તા.18 માર્ચના રોજ ગૌરીદળ બાઈક ઉપર જતા હતા ત્યારે સામેથી આવતા હીરો કંપનીના મોટર સાયકલ નંબર GJ-36-K-881ના ચાલકે ખીજડિયા અને ઘુંનડા વચ્ચે સામેથી આવી અકસ્માત સર્જ્યો હતો.

- text

આ અકસ્માતમાં ફરિયાદી જગનભાઇ ભવાનભાઇ ભુરીયાના પત્ની રીનાબેન અને બનેવી દિનેશભાઇ રાઘુભાઇનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જગનભાઈ અને સામે વાળા બાઈક ચાલકને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.

અકસ્માતની ઘટના અંગે જગનભાઇ ભવાનભાઇ ભુરીયાએ બાઈક નંબરના આધારે અકસ્માત સર્જનાર બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭, ૩૩૮, ૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text