દીકરાને ડોક્ટર બનાવવાનું પિતાનું સ્વપ્ન સાકાર કરતો લજાઈ ગામનો ખેડૂતપુત્ર

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામના ખેડૂતના પુત્રએ તેમના માતા-પિતાનું સ્વપ્ન પૂરું કર્યું છે.ભુજ ખાતે આવેલી મેડિકલ કોલેજ ગુજરાત ‌અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ ‌સાયન્સિસમાંથી MBBS પૂર્ણ કરી ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી છે.

- text

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ખેડૂત રમેશભાઈ રૂગનાથભાઈ વામજા જેવોને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.તેમા પુત્ર વામજા અર્મી રમેશભાઈ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો અને પિતાનું પણ એક સ્વપ્ન હતું કે મારો પુત્ર ભણી ગણીને ડોક્ટર બને.તે માટે પિતા રમેશભાઈએ અને માતા ચંદ્રિકાબેને મહેનત કરી પુત્ર અર્મીને ભણાવ્યો હતો.માતા-પિતાની મહેનત જોઈ પુત્રએ પણ મહેનતમાં કચાસ ન રાખી.અંતે ખેડૂત પરિવારનું સ્વપ્ન સાકાર થયું.ભુજ ખાતે આવેલી મેડિકલ કોલેજ ગુજરાત ‌અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ ‌સાયન્સિસ ભુજમાંથી MBBS પૂર્ણ કરતા એક ખેડૂત પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતું.સગા-સંબંધી,પરિવાર,સમાજ,ગામલોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

- text