ટંકારાના હરબટીયાળી ગામે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો

- text


4 દિવસના ખેલ મહાકુંભમાં તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ, અને ખાનગી શાળાઓએ ભાગ લીધો

ટંકારા : ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર અને જિલ્લા સ્પોર્ટ્સ અધિકારી-મોરબી સંયુક્ત ઉપક્રમે આયોજિત 11-મા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ શ્રી હાઈસ્કૂલ હરબટીયાળી ખાતે તા:22-03-22 થી 25-03-22 ચાર દિવસ સુધી યોજાયો હતો.

- text

જેમાં વિવિધ પ્રકારની રમતો જેવી કે એથલેન્ટિક, રસ્સાખેંચ, દોડ, ખો-ખો, કબડ્ડી સામેલ હતી. તેમાં તાલુકાની પ્રાઇવેટ, સરકારી અને ગ્રાન્ટેડ લગભગ તમામ શાળા એ ભાગ લીધો હતો. જેમાં ખોખોની અંડર -17 સ્પર્ધામાં હરબટીયાળી શાળાની બહેનોની રમતની શાનદાર શરૂઆત બાદ ઓરપેટ કન્યા વિદ્યાલય -ટંકારા ની બહેનો સામે ખો-ખોની સેમી ફાઈનલ માં જીત મેળવી . ત્યારબાદ ન્યુ વિઝન સ્કૂલ -જબલપુર ની બહેનો સામે ફાઇનલમાં જીત મેળવીને તાલુકા કક્ષા એ વિજેતા બની. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર શ્રી હાઈસ્કૂલ હરબટીયાળીની ખોખોની ટીમ અને શાળાના મ. પી. ટી. શિક્ષક શ્રી જે. આર. સંઘાણી અને વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય આર.જે.મુછારા એ અભિનંદન પાઠવ્યા હતા.

- text