ભાજપ અગ્રણી અને જમીન દલાલ વચ્ચે ફોન ઉપર ગાળા ગાળી પ્રકરણમાં સામ સામી ફરિયાદ નોંધાઈ

- text


આ મુદ્દે કોંગ્રેસે મોરબીમાં ભાજપના હોદ્દેદારો દ્વારા શિસ્તની હાસી ઉડાવતા હોવાનો કટાક્ષ કરી ભાજપ શિસ્ત સમિતિના ચેરમેન મોહન કુંડારિયા પર સવાલ ઉઠાવયા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને જમીન મકાનના દલાલ વચ્ચે ફોનમાં ગાળાગાળી કરતાના મામલે અંતે પોલીસે બંન્ને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી છે. જ્યારે આ ચકચારી મામલે કોંગ્રેસના રમેશભાઈ રબારીએ મોકે પે ચૌકા ફટકારી ભાજપના હોદ્દેદારોના વાણી વિલાસ મામલે ગુજરાત ભાજપના શિસ્ત સમિતિ ચેરમેન એવા સાંસદ મોહનભાઈ કુંડારિયાને નિશાન ઉપર લઈ ભાજપ સંગઠન ઉપર પ્રહોરો કરતા આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે.

મોરબીમાં ચકચારી બનેલા આ પ્રકરણ અંગે પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ જમીન મકાનના દલાલ વિનોદભાઇ તળશીભાઈ અઘારાએ ભાજપના અગ્રણી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 504 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે અજયભાઇ લોરીયાએ પણ જમીન મકાનના દલાલ વિનોદભાઇ તળશીભાઈ અઘારા વિરુદ્ધ જમીન મકાનના સોદા બાબતે મનદુખ રાખી ફોન ઉપર ગાળો આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સિટી એ ડિવિઝનમાં વિધિવત બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text

દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ આ મુદ્દે ગુજરાત ભાજપ શિસ્ત સમિતિના ચેરમેન મોહનભાઇ કુંડારિયાને નિશાના ઉપર લઈ જણાવ્યું હતું કે, સાંસદ મોહન કુંડારિયાના હોમગ્રાઉન્ડમાં ભાજપના કાર્યકરો અને હોદેદારો શિસ્તના નામે લીરે લીરા ઉડાડવામાં આવી રહયા છે. જેમાં અગાવ ભાજપ આગેવાન અને મોરબી પાલિકાના પ્રમુખના પતિએ વોર્ડ નંબર 11ના લોકોની પ્રાથમિક સુવિધાના નામે રજૂઆત કરનાર વ્યક્તિને ગાળા ગાળી કરી હતી અને હાલમાં અજય લોરિયા અને જમીન દલાલ વચ્ચેના બેફામ વાણી વિલાસ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે ત્યારે આ બાબતે કોંગ્રેસે મોહન કુંડારિયા પર નિશાન તાકતા જણાવ્યું હતું કે ભાજપના શિસ્ત સમિતિના ચેરમેન એવા રાજકોટના સાંસદ અને મોરબીના રહેવાસી મોહનભાઈ કુંડારિયા આં બાબત શુ ખુલાસો કરશે ? અને ભાજપના આગેવાનો સામે શિસ્ત ભંગના પગલાં લેશે ? તેવા સવાલો ઉઠવયા હતા. જેથી આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે.

- text