બાગાયતી ખેડૂતોને ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી માટે સહાય અપાશે

- text


આઈ ખેડૂત પોર્ટલ પર તા.30મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે

મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની સહાય ઘટકમાં સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર ખારેક ફળપાકનુ ટીસ્યુકલ્ચર રોપા દ્વારા નવુ વાવેતર પોતાની માલીકીની જમીનમાં વર્ષ 2022-23માં કરેલ હોય તેને માટે નોર્મસ પ્રમાણે પ્લાટીંગ મટીરિયલમા નાના,મોટા અને અન્ય ખેડૂતોને થયેલ ખર્ચના 50% અથવા મહતમ રૂ.1250/- પ્રતિ રોપા (પ્લાટીંગ મટીરિયલ) તેમજ મહતમ રૂપિયા 1,56,250/- પ્રતિ હેકટરની મર્યાદામા મહતમ 1 હેકટર સુધી સહાય આપવામાં આવશે.

- text

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.30/4 સુધીમાં https://ikhedut.gujarat.gov.inઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:-34 ઉપર અરજી કરી શકાશે. અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા 7-12, 8-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, 226-227-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

- text