ટંકારાથી ટોળ સુધીના મંજૂર થયેલ રસ્તાનું કામ તાકીદે શરુ કરવા માંગ

- text


યુવા ભાજપના મહામંત્રીએ અધિકારીઓને લેખિત રજૂઆત કરી

ટંકાર : ટંકારાથી ટોળ ગામ સુધીનો રસ્તો બનાવવા માટે મંજૂરી મળી ગયા હોવા છતાં આજ દિવસ સુધી રોડનું કામ શરુ કરવાં આવ્યું નથી.રોડમાં બે-બે ફૂટના ખાડા પડી ગયા છે.જેના કારણે રાહદારીઓને ઘણી મુશ્કેલીઓ પડે છે.તેથી ટંકારાથી ટોળ ગામ સુધી રસ્તો બનાવવા ટંકારા યુવા ભાજપના મહામંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

- text

ટંકારા થી ટોળ ગામ સુધીનો રસ્તો લગભગ એકાદ વર્ષથી મંજુર થયેલો હોય.ત્યારે આજ સુધી રસ્તાનું કામ ચાલુ થયેલ નથી.રાજ્ય સરકાર દ્વારા ૬૦૮.૬૪ લાખ જેવી માતબર રકમ મંજુર થયેલ છે.જે તે કંપનીને કામ પણ આપેલ હોય છતા આજ સુધી રોડની સ્થિતિ જેમની તેમ જ છે.કંપની અને વહીવટી તંત્રના પાપમાં આમ જનતા પીડાય રહી છે.અવારનવાર કાર્યપાલક ઈજનેર ચૌધરીભાઈને રજુઆત કરવા છતા પરિણામ જેમનુ તેમ જ છે.રસ્તામાં બે બે ફૂટના ખાડા પડી ગયા હોવાથી લોકો હેરાન-પરેશાન થાય છે. આમાં અંગત રસ લઇ આ કામ વહેલી તકે શરૂ કરાવવા આ ત્રણ ગામના લોકોની અને ટંકારા યુવા ભાજપના મહામંત્રીએ મુખ્યમંત્રી,માર્ગ મકાન મંત્રી,મોરબીના કલેકટર,કાર્યપાલક ઈજનેર,ટંકારા મામલતદાર અને તાલુકા અધિકારીને રજૂઆત કરી છે.

- text