તરઘરીમાં સેવાભાવીઓએ કેન્સરપીડિતને રોજગારી માટે જનરલ સ્ટોર બનાવી આપી માનવતા મહેકાવી

- text


સ્વયમ્ સૈનિક દળ અને વીર મેઘમાયા યુવા ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી કાર્ય

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના તરઘરી ગામમાં રહેતા પરિવારના મોભીને કેન્સર થતા સેવાભાવીઓએ રોજગારી માટે જનરલ સ્ટોર બનાવી આપ્યો હતો. આમ, સ્વયમ્ સૈનિક દળ અને વીર મેઘમાયા યુવા ગ્રુપ દ્વારા પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે.

- text

માળીયા તાલુકાના તરઘરી ગામમાં રહેતા પરિવારના મોભી ગૌતમભાઈ રૂડાભાઈ મૂછડીયા, કે જેના પર ઘરની પૂરી જવાબદારી. અને આ કમાનાર વ્યક્તિને કેન્સર થવાથી ઘરની હાલત ગંભીર બની હતી. આથી, સ્વયમ્ સૈનિક દળના સૈનિક અને વીર મેઘમાયા યુવા ગ્રુપના સભ્યો દ્વારા આ પરિવારને મદદરૂપ થતાં તેમને વીર મેઘમાયા કિરાણા એન્ડ જનરલ સ્ટોર્સ નામની દુકાન બનાવી આપી. જેથી, તેમને કાયમી રોજગારી મળી રહે અને આ પરિવારને ક્યાંય હાથ લંબાવવા ન પડે. તે માટે તેને આ દુકાનનો ખર્ચ ઉઠાવી દુકાન બનાવી આપી પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. જે દુકાનનું ઉદ્ઘાટન તરઘરી ગામના સરપંચ દ્વારા ડૉ. બાબાસાહેબને ફૂલ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું.

- text