ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાયો

- text


જબલપુર પ્રાથમિક શાળામાં આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરાયું

ટંકારા : ગઈકાલ તા.16ના રોજ આખા દેશમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.જે નિમિતે ટંકારા તાલુકામાં તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જબલપુર પ્રાથમિક શાળામાં આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રસીકરણ વિશેનો સંદેશો આપવામાં આવ્યો હતો.

તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા ગત તા.16ના રોજ જબલપુર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિતે પોલિયો-2022માં સારી કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.તેઓનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરિયા તથા જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા તેમજ તાલુકાના ભાજપ આગેવાન પ્રભુભાઈ કામરિયાના હસ્તે કરવામાં આવું હતું.

- text

આ કાર્યક્રમમાં જબલપુર પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા વકૃત્વ સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા રસીકરણ વિશેનો સંદેશો આપવામાં આવ્યો હતો.તેમજ બાળાઓને તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં હાજર રહેલ તાલુકા હેલ્થ ઓફિસર ડો.આશિષ સરસાવાડીયા,સુપરવાઈઝર હિતેશ પટેલ,ભાવનાબેન પટેલ,રંજનબેન દેવમુરારી તથા આચાર્ય જીતેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઈઝર સુરેશભાઈ જાવિયા દ્વારા કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text