ફાગણી પૂનમ નિમિત્તે મોરબીથી માટેલધામ પદયાત્રા આજે રાત્રે પ્રસ્થાન કરશે

- text


ખોડીયાર માતાના રથ સાથે પદયાત્રા યોજાશે

મોરબી : મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા આજે ખોડિયાર માતાજીના રથ સાથે માટેલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પદયાત્રામાં સેંકડો લોકો જોડાશે.

મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા ફાગણી પૂનમ નિમિત્તે માટેલધામ સુધી ખોડિયાર માતાજીના રથ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજ તા.17ને ગુરુવારના રોજ રાત્રે 9:30 કલાકે પદયાત્રા પ્રસ્થાન કરશે. જેમાં 1000 જેટલા ભક્તો જોડાશે.આ પદયાત્રાનું પ્રસ્થાન આઇશ્રી ખોડિયાર મંદિર,દરબારગઢ ચોક,મોરબી ખાતેથી થશે.પદયાત્રા અંગે વધુ માહિતી માટે નવાડેલા રોડ મિત્ર મંડળ મો.98256 20412,98252 33899 પર સંપર્ક કરી શકાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text