માળીયાના બગસરામાં બહારની કંપનીઓને જમીન ફાળવવાનો હુકમ રદ ન થાય તો કોર્ટમાં જવાની ચીમકી

- text


સ્થાનિક જાગૃત નાગરિકોએ રાજ્યના મહેસુલ સચિવને રજુઆત કરી સ્થાનિક અગરિયાઓને જ જમીન ફાળવવાની માંગ કરી

માળીયા : માળીયાના બગસરા ગામે બહારની કંપનીઓને જમીન ફળવવા સામે સ્થાનિક અગરિયાઓમાં ઘણા સમયથી વિરોધ ઉઠ્યો છે. આ મામલે સ્થાનિક તંત્રને અનેક રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા અંતે સ્થાનિક જાગૃત નાગરિકોએ રાજ્યના મહેસુલ સચીવને રજુઆત કરીને માત્ર સ્થાનિક અગરિયાઓને જ જમીન ફાળવવાની માંગ કરી છે અને જો બહારની કંપનીઓને જમીન ફાળવવાનો હુકમ રદ ન થાય તો કોર્ટમાં જવાની ચીમકી આપી છે.

માળિયા (મી) તાલુકાના દરીયા કીનારા નજીકના ગામ બગસરા ગામના સ્થાનિક લોકોની બાદબાકી કરીને મીઠું પકવવા માટે જમીનો લીઝ અને હુકમો આપેલ હોય અને માપણીઓ થયેલ હોય તો આવી બહારની પાર્ટીઓ કંપનીઓ તથા અન્ય વ્યકિતઓ જેઓ અમારા બગસરા ગામની હદમાં આવતી જમીનમાં અનેક માંગણીઓ કરેલ છે. અને હુકમો પણ મળેલા છે. આવી બહાર ગામની કંપનીઓને તથા વ્યકિતઓને હુકમો તથા લીઝો તથા માપણીઓ થયેલ હોય અથવા કરવાની હોય તેવા હુકમો તાત્કાલીક ધોરણે રદ કરી ગામ બગસરના અગરીયાઓ અને સ્થાનીક લોકોને રોજી-રોટી માટે મીઠા ઉત્પાદન કુંટુંબ દીઠ ૧૦ (દસ) એકર જમીન ફાળવવામાં આવે તો આ પરીવારોને રોજીરોટી મળી રહે અને રોજીરોટી માટે બહાર ગામ હીઝરત ન કરવી પડે. અને કંપનીઓને જો આપવામાં આવે તો કંપની મીઠાનું ઉત્પાદન મશીનરીથી કરે છે તો તેમાં રોજીરોટી મળતી નથી.

- text

વધુમાં માળીયાના બગસરા ગામના અગરિયા તથા લોકોએ જમીનની માગણી કરી છે અને આ મામલે અનેક રજુઆત પણ કરવામાં આવી છે. પણ કોઈ દરકાર કરાઈ નથી. સ્થાનિક લોકોને જમીન અપાતી નથી અને બહારની મોટી કંપનીઓને જમીનની લહાણી કરી દેવાય છે. તંત્રના અધિકારીઓની મિલીભગતથી બહારની કંપનીઓને જમીનના હુકમ આપી દેવાતા હોવાના આક્ષેપ કર્યા છે અને બહાર કંપનીઓને જમીનના હુકમો રદ કરી સ્થાનિકને જમીન ફાળવવા મામલે સ્થાનિક તંત્ર સમક્ષ અનેક રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા અંતે મહેસુલ સચિવને રજુઆત કરી જો બહારની કંપનીના જમીનના હુકમો રદ ન થાય તો કોર્ટનો સહારો લેવાની ચીમકી આપી છે.

- text