માળિયાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં માટીકામ સ્પર્ધા યોજાઈ

- text


બાળકોએ માટીમાંથી અવનવી વસ્તુઓ બનાવી

માળિયા (મી.) : માળિયા(મી) તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં માટી કામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોએ માટીમાંથી અલગ અલગ વસ્તુનું નિર્માણ કર્યું હતું.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ હતો કે બાળકોમાં કઈક નવીન જાતે બનાવવાનો ગુણ કેળવાય અને સાથે સાથે માટીનું મહત્વ અને માટી કળાને ભૂલવાને બદલે ફરીથી તેની કળા ઉજાગર થાય.

માળિયા (મી.) તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં માટી કામ કળા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોમાં માટીનું શું મહત્વ છે ? અને માટીમાંથી સુંદર સર્જન કેવી રીતે કરી શકાય ? આ વિચારને ઉજાગર કરવા માટે તા.11ને શુક્રવારના રોજ માટીકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા અને માટીકળાને બાળકોમાં સુંદર રીતે ફરીથી સ્થાપિત કરવા માટેનો આ નાનકડો પ્રયાસ શાળાના શિક્ષક વનાળિયા ચેતનકુમાર દ્વારા અને શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યો હતો.

- text

બાળકોએ ઉત્સાહભેર આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને માટીમાંથી ઘણી અલગ અલગ વસ્તુનું નિર્માણ કર્યું હતું.જેમ કે માટી માંથી સુંદર ગણપતિ,ઘર,રસોડાં સેટ, હાથી આવા ઘણા બધી અલગ અલગ વસ્તુઓ બનાવી હતી.આ બધી બનાવેલ સુંદર રચનાઓને શાળાના બધા વિદ્યાર્થીઓ વચ્ચે મૂકવામાં આવી હતી.જેથી તે પણ આ કળા માટે પ્રેરાય.ટૂંકમાં આ સ્પર્ધાનો એક મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકોમાં કઈક નવીન જાતે બનાવવાનો ગુણ કેળવાય અને સાથે સાથે માટીનું મહત્વ અને માટી કળાને ભૂલવાને બદલે ફરીથી તેની કળા ઉજાગર થાય છે.

- text