ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજની મહિલાઓનું સન્માન કરાયું

- text


કાર્યક્રમમાં ડોકટરો દ્વારા આરોગ્ય અંગે માર્ગદર્શન અપાયું

ટંકારા : આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ટંકારામાં સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમમાં ડોકટરો દ્વારા આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે તા. 06/03/2022 ને રવિવારે મહીલા સમિતિ દ્વારા મહિલા દિનની ઉજવણી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા, દેવકુંવર સંકુલ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત સમાજના 42 સંયુક્ત પરિવાર કે જેઓ ઍક ચૂલે કહો કે ઍક છત્ર હેઠળ રહે છે તેવા 10 સભ્ય કે તેથી વધુ સભ્યો ધરાવતા પરિવારોના મહીલા મોભીનું સન્માન, 6 મહિલા સરપંચનું સન્માન, 14 રાસ-ગરબા ગ્રુપનું સન્માન અને 7 મહિલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત 325 મહિલાઓને તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા આરોગ્ય સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text