ટંકારાના છતર ગામે દેશી પિસ્તોલ સાથે એક ઝડપાયો

- text


ટંકારા : ટંકારાના છતર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી લઈ આર્મ્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસે બાતમીને આધારે છતર ગામ નજીક વાછકપર જવાના રસ્તેથી લક્ષ્મણભાઈ રમેશભાઈ ગોંડલીયા, રહે. બેડી તા.જી.રાજકોટ વાળાને લાયસન્‍સ કે આધાર વગર લોખંડની દેશી હાથ બનાવટની પીસ્ટલ કિ.રૂ.10 હજાર સાથે ઝડપી લઇ આર્મ્‍સ એકટ કલમ ૨૫(૧-બી)એ તથા જી.પી.એકટ ૩૭(૧),૧૩૫ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text