હડમતીયામાં ગરીબ કલ્યાણ મેળાના સમાપન પછી બેનરો લાગ્યા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ગરીબ કલ્યાણ મેળાના સમાપન પછી બેનરો લાગતા લોકોમાં કુતૂહલપૂર્વક ચર્ચા થઇ રહી છે. તેમજ ભાજપનો અણધડ વહીવટ સામે આવ્યો છે.

મોરબી જીલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન એ રાજ્ય સરકારનું પ્રશંસનીય કાર્ય છે. લાખોના ખર્ચે બનેલા આ બેનરો મેળાના આયોજન પુર્વે ગરીબોને લાભ મળે તે માટે જાહેરાત પુરતા હોય છે. પણ હડમતિયા જેવા અનેક ગામમાં તા. ૨૭/૨/૨૦૨૨ ના રોજ આ બેનરો લાગતા લોકોમાં રમુજ ફેલાઈ છે. કદાચ આવા બેનરો શાસક પક્ષના મેનેજમેન્ટના અભાવની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની છતી થાય છે. આ બેનરો પણ પવનની લહેરખીઓ સાથે ભોભીતર થઈ જાય તેમ ડોલી રહ્યાં છે. લોકો હાસ્ય સાથે જણાવી રહ્યાં છે કે ગરીબ કલ્યાણ મેળાનું સમાપન પછી આવા બેનરો લગાવવાથી શું ફાયદો થવાનો અને પ્રજાના પૈસે આવા બેનરો લાગવાથી આખરે નુકશાની તો આમજનતાને ભોગવવાની. અને “કોના બાપની દિવાળી” જેમ બેનરો ફક્ત દિવાલોના ટેકે ઉભા કરી જતા રહ્યા છે.

- text