માળીયાના વેણાસર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


માળીયા : માળીયા તાલુકાના વેણાસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સુરેશભાઇ ચંદુભાઇ રાપુસા, ગગુભાઇ પોલાભાઇ ચાવડા, રમેશભાઇ હરીભાઇ મિયાત્રા અને સાજનભાઇ મફાભાઇ ભદારીયાને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઇ રોકડા રૂપિયા 2890 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text