જ્હોની વોકર શરાબની મોંઘીદાટ બોટલ સાથે એક ઝડપાયો

- text


સિટી એ ડિવિઝન પોલીસે વસંતપ્લોટમાંથી ત્રણ બોટલ સાથે યુવાનને દબોચ્યો

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે વસંતપ્લોટ વિસ્તારમાંથી બાતમીને આધારે જ્હોની વોકર બ્રાન્ડ મોંઘીદાટ શરાબની ત્રણ બોટલ સાથે એક યુવાનને દબોચી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ચકુભાઇ દેવશીભાઇ કરોતરાએ બાતમીને આધારે વસંત પ્લોટમાંથી જ્હોની વોકર બ્રાન્ડ શરાબની ત્રણ બોટલ લઈને નીકળેલા બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા ઉ.30, રહે.મોરબી દાઉદીપ્લોટ શેરીનં.2 વાળાને રૂપિયા 4710ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text