અંજારમાં આયોજિત વિક્રમસર્જક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મોરબીના બે લેખકોના પુસ્તકો સામેલ

- text


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક ૫૭થી વધુ પુસ્તકોનું વિક્રમસર્જક વિમોચન કરવાનો કાર્યક્ર્મ સંપન્ન થયો છે. જેમાં મોરબીના રાજેશભાઇ વ્યાસ અને સેજલબેન હુંબલના પુસ્તકનું વિમોચન થતાં તેઓએ સાહિત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યું છે.

નેક્સસ સ્ટોરી પબ્લિકેશન સુરત અને સંકલ્પ સાહિત્ય સર્જન સમૂહ અંજાર દ્વારા ઐતિહાસિક શહેર અંજારના આંગણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગત તારીખ 22/02/2022 ના રોજ સાહિત્ય જગતમાં સૌ પ્રથમવાર ઐતિહાસિક પુસ્તક વિમોચન યોજવામાં આવેલ હતું.

જેમાં સાગરભાઇ ચૌચેટા, કૌશલભાઇ જોષી, પ્રકાશભાઈ કલસરીયા સહિત ગુજરાત મહારાષ્ટ્રના જુદા જુદા સ્થળે વસતા કવિઓ, કવિયીત્રીઓ અને લેખકો દ્વારા ૫૭થી વધુ પુસ્તકોનુ એકસાથે કિર્તીમાન વિમોચનનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક કાર્યક્રમમાં મોરબીના ધ્રુવનગર ગામના વતની કવિ અને લેખક રાજેશભાઇ વ્યાસની કલમે લખાયેલ પુસ્તક “વર્તમાનના વેણ” તેમજ મોરબીના નાગડાવાસ ગામના વતની સેજલબેન હુંબલની કલમે લખાયેલ પુસ્તક “શબ્દદેહ”નુ વિમોચન સામેલ હોય, જે સમગ્ર મોરબી જીલ્લા માટે ખુબ જ ગૌરવની બાબત સમાન છે.

- text

આ ઐતિહાસિક કાર્યક્રમ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડનો એવોર્ડ પામેલ છે.
ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સ્થપાતા આ રેકોર્ડને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી તેમજ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરસિંહ, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, હામદેવ આહીર, ત્રિકમભાઇ આહીર તેમજ ગુજરાતના વિધવિધ ક્ષેત્રના વિદ્વાનો, કલાકારો, લેખક અને કવિઓ દ્વારા શુભકામનાઓ પ્રાપ્ત થઇ રહી છે. અને મોરબીના રાજેશભાઈ વ્યાસ અને નાગડાવાસના સેજલબેન હુંબલ દ્વારા જ્ઞાતિનું ગૌરવ વધારવામાં આવતાં જ્ઞાતિજનો તેમજ સાહિત્યપ્રેમીઓ દ્વારા તેમના પર અભિનંદન વર્ષા થઈ રહી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text