મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ 17 કોંગ્રેસી આગેવાનોની અટકાયત

- text


મુખ્યમંત્રીની મોરબી મુલાકાત સમયે કાળા વાવટા ફરકાવવાની કોંગ્રેસની ચીમકીને પગલે પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબીમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું છે ત્યારે કોંગ્રેસે વિરોધમાં કાળા વાવટા ફરકાવવા કરેલા એલાનને પગલે સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે 17 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

મોરબીમાં મુખ્યમંત્રીના આગમન સમયે કોંગ્રેસ દ્વારા કાળા વાવટા ફરકાવવાનું જાહેર કરતા સિટી એ ડિવિઝન પોલીસે મોરબી શહેર પ્રમુખ રાજુભાઇ કાવર, તાલુકા પ્રમુખ કે.ડી. પડસુમબીયા, રમેશ રબારી, મહેશ રાજ્યગુરુ, ધર્મેન્દ્ર વિડજા, ભાવેશ સાવરિયા, કે.ડી. બાવરવા સહિતના વિરોધ પ્રદર્શન કરતા 15 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. તેમજ બી ડિવિઝન પોલીસે મોરબી જીલ્લાનાં એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીની અટકાયત કરી પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા હતા. જો કે કોંગ્રેસે આ કાર્યવાહીને
સરમુખત્યારશાહી અને ભાજપ સરકારની તાનાશાહી ગણાવી હતી.

વધુમાં કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો હતો કે પોલીસનો દુરુપયોગ કરી મુખ્યમંત્રીનો મોરબી વિરોધનાં થાય તેના માટે મોરબી જીલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીની વહેલી સવારથી અટકાયત કરવામાં આવી છે. વધુમાં કોંગ્રેસે આવો તો શેનો ડર? આ લાઠી પોલીસથી સરકાર બળજબરી પૂર્વક અત્યાચાર આચરી રહી છે અને ભૂતકાળમાં કોઈ સરકાર દ્વારા આવા અત્યાચારો આંદોલન કારી ઉપર નહી થયા હોવાનું આક્રોશભેર જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text