મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન હડફેટે લેતા બાઈક ચાલકનું મોત

- text


મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામના બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા વાહને બાઈક ચાલક યુવાનને હડફેટે લેતા બાઈક સવારનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જેતપર બેલા રોડ ઉપર બેલા ગામના બસ સ્ટેન્ડ નજીક બાઈક લઈને જઈ રહેલા જયરામ વકીલ મંડલને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અને મૃતકના નાના ભાઈ પ્રહલાદકુમાર વકીલ મંડલે અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text