દિઘડિયામાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાપાસીતારામ ટીમ વિજેતા બની

- text


 

બાર દિવસ ચાલેલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ત્રીસ ટીમોએ ભાગ લીધો

હળવદ: હળવદ તાલુકાના દિઘડિયા ગામે રામદેવપીર મંદિરની ગૌશાળાના લાભાર્થે શક્તિધામ દીઘડીયા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ ઉપરાંત આજુબાજુની કુલ ૩૦ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં બાપા સીતારામ ટીમ ચેમ્પિયન બની હતી.

- text

રામદેવપીર મંદિરની ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૩૦ ટીમોએ ભાગ લીધો હતો ૧૨ દિવસ સુધી ચાલેલા ડે ક્રિકેટ ટુર્નામેન્ટની બુધવારે સેમિફાઇનલ અને ફાઇનલ હતી. જેમાં શિવ શક્તિ સાપકડા અને બાપાસીતારામ દિઘડીયા ટીમ સામસામી ટકરાઈ હતી. જેમાં શિવ શક્તિ સાપકડા ટીમને હરાવી બાપાસીતારામ ટીમ ચેમ્પિયન બની હતી. જેથી આયોજકો દ્વારા વિજેતા ટીમને રૂપિયા 5555 રોકડા અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા.

- text