હળવદના રાણેકપરમાં એસીડ એટેક બાદ પોલીસ એકશનમાં : તપાસ શરૂ

- text


 

હળવદ: ગતરાત્રીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગૌવંશ પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એસિડ ફેક્યુ હોવાનો બનાવ સામે આવતા હળવદ પોલીસ રાણેકપર ગામે દોડી ગઇ હતી અને એસિડથી હુમલો કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

- text

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મૂંગા પશુઓ પર અવાર નવાર હુમલા થવાના બનાવો બનતા હોય છે. જોકે અગાઉ ગૌવંશ પર હુમલો કરનાર શખ્સોને પાસા હેઠળ સુધીની કાર્યવાહી કરવામાં આવી છે તેવામાં ગતરાત્રીના હળવદ તાલુકાના રાણેકપર ગામે ગૌવંશ પર કોઈ અજાણ્યા શખ્શે એસિડ ફેંક્યું હોવાનો બનાવ સામે આવતા હળવદ પોલીસ રાણેકપર ગામે દોડી ગઈ હતી અને એસિડ ફેંકનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી છે.

- text