મોરબીમાં ઘડિયા લગ્નની પ્રવૃત્તિને વેગ આપવા દરેક સમાજે આગળ આવવા પૂર્વ ધારાસભ્યનું આહવાન

- text


કાંતિભાઈ અમૃતિયાએ તમામ સમાજના આગેવાનો સાથે બેઠક યોજી

મોરબી : મોરબીમાં ઘડિયા લગ્ન માટે સહયોગ આપવાની કાંતિભાઇ અમૃતિયાએ જાહેરાત કરી હતી. ત્યારબાદ આયોજિત બેઠકમાં ઘડિયા લગ્ન કે મર્યાદિત સંખ્યામાં લગ્ન કરાવવા માટે જ્ઞાતિ સંગઠનો, સમાજના આગેવાનો અને સમૂહલગ્ન સમિતિઓને આગળ આવવા કાંતિભાઈ અમૃતિયાએ આહવાન કર્યું છે.

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઘડિયા લગ્નની પ્રવૃત્તિને વેગ આપવા ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા (ત્વરિત) લગ્નનું આયોજન કરશે, તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે તેવી જાહેરાત તાજેતરમાં કરી હતી.

- text

ત્યારબાદ કાંતિભાઈ અમૃતિયાએ તમામ સમાજના આગેવાનો સાથે મીટીંગ કરી છે. જેમાં વિવિધ જ્ઞાતિ-સમુદાયના સંગઠનો, સમૂહ લગ્ન સમિતિઓ તથા સેવાકીય કાર્યોના અગ્રેસર આગેવાનો અને આવશ્યકતા ધરાવનાર લોકો આનો લાભ લે તે માટે આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

- text