મોરબીમાં મેકડોવેલ નંબર વનની બે બોટલ સાથે બે ઝડપાયા

- text


શનાળા રોડ અને વાવડી રોડ ઉપર સિટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ અને વાવડી રોડ ઉપરથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની એક – એક બોટલ સાથે બે ઇસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર છોટાલાલ પેટ્રોલપંપ પાસેથી પોલીસે રવાપર – ઘુનડા રોડ ઉપર મહાબલી હનુમાનજી મંદીરની પાસે રામસેતુ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઈ કાનજીભાઈ શેરશીયાને મેકડોવેલ નંબર વન દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લીધેલ હતા.

- text

જ્યારે વાવડી રોડ ઉપર કારીયા સોસાયટી શેરીનં-૧માંથી લાભુભાઇ મેઘાભાઇ જુવા ને પણ મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન એકટની કલમ ૬૫-A-A, ૧૧૬-B, મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text