મૈ નિકલા ગડ્ડી લે કે !! દારૂ ઢીંચીને બલેનો કાર લઈને નીકળેલા ચાર ઝડપાયા

- text


જુના બસસ્ટેન્ડ પાસે દારૂની પાર્ટી કરીને નીકળેલા ચાર મિત્રોને હવાલાતના દર્શન કરવા પડ્યા

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર દારૂની મહેફિલ પતાવી બલેનો કારમાં નીકળેલા ચાર મિત્રોને પોલીસનો ભેટો થઈ જતા હવાલાતની મજા માણવી પડી હતી.

ગઈકાલે ઉત્તરાયણ પર્વને પગલે સતર્ક બનેલી એ ડિવિઝન પોલીસે બસસ્ટેન્ડ રોડ ઉપર સર્પાકારે પસાર થતી મારુતિ સુઝુકી બલેનો કારને અટકાવી તલાસી લેતા કારમાંથી કંડલા બાયપાસ રોડ ઉપર મારૂતીનંદન બ્લોક નં.૧૦૪માં રહેતા
અંકુરભાઇ જસવંતભાઇ ગાંધી, નવલખી રોડ ઉપર રણછોડ નગરમાં રહેતા વિજયભાઇ મહેશભાઇ મજેઠીયા, રવીભાઇ રમેશભાઇ ધંધુકીયા અને રાજેશભાઇ દેવરામભાઇ ચાવડા નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા.

- text

આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી મારૂતીસુઝુકી બલેનો કાર રજી નં. GJ-36-AC-8612 કિંમત રૂપિયા 2.50 લાખ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text