મોરબીમાં પાંજરાપોળના લાભાર્થે મકરસંક્રાંતિ નિમિત્તે રૂ. 86 હજારનું દાન એકઠું કરાયું

- text


લાયન્સ ક્લબ અને ચિત્રાહનુમાન ધૂન મંડળ એ ફાળો એકત્ર કરવા જહેમત ઉઠાવી

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી અને ચિત્રાહનુમાન ધૂન મંડળ દ્વારા મોરબી પાંજરાપોળ ગૌશાળાના લાભાર્થે મકરસંક્રાંતિ નિમિત્તે રૂ. 86 હજાર જેટલું દાન એકઠું કરવામાં આવ્યું હતું.

- text

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ ચિત્રાહનુમાન ધૂન મંડળ દ્રારા મોરબી પાંજરાપોળ ગૌશાળાના લાભાર્થે
મકરસક્રાંતિના પાવન પર્વે દાન એકત્ર કરવા શનાળા રોડ પર સોમનાથ માર્કેટ નજીક
રત્નકલા સામે એક સ્ટોલ
પાંજરાપોળ તરફથી કરવામાં આવેલ હતો. જેમાં રાહદારીઓ તેમજ લાયન્સ ક્લબના સભ્યો, ચિત્રા ધૂનમંડળના સભ્યો, આજુબાજુના રહીશો દ્વારા કુલ 86,000 જેવી માતબર રકમનું ઉમદા દાન મળેલ છે. આવું દાન મેળવવા મોરબીના વિવિધ વિસ્તારોમાં 4200 ગાયોના નિભાવ માટે પાંજરાપોળ દ્વારા 42 સ્ટોલ ઊભી કરવામાં આવ્યા હતા. આ દાન એકત્ર કરવા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સર્વે સભ્યો એ હાજર રહી જહેમત ઉઠાવી હતી, તેવું ક્લબના પ્રમુખ
ફુલતરીયા એ યાદીમાં જણાવેલ હતું.

- text