મોરબીમાં આધારકાર્ડ સેન્ટરમાં સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન

- text


કોરોના સંક્રમણ ટાળવા માટે આધારકાર્ડનું બીજું સેન્ટર ખોલવા માંગ

મોરબી : મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે કોઈપણ જગ્યાએ ભીડ જરાય પરવડે એમ નથી.પરંતુ ખુદ સરકારી કચેરીમાં સોશ્યલ ડિસ્ટન્સનો ઉલાળીયો થતો હોવાનું સામે આવ્યું છે. જેમાં મોરબીની આધારકાર્ડ સેન્ટરમાં લાઈનો લાગતા સોશ્યલ ડિસ્ટન્સનું સરાજાહેર ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે.

મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ ઝડપભેર ફેલાય રહ્યું છે અને વધુને વધુ લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે. ત્યારે ખાસ કરીને સરકારી કચેરીઓમાં ભીડ ન થાય તે માટે તંત્રએ તકેદારી રાખવી જોઈએ તેના બદલે નિયમોનું ઉલ્લંઘન થતું હોય એમ મોરબીના તાલુકા સેવાસદન ખાતે આવેલ આધારકાર્ડની ઓફિસે લોકોની લાઈનો લાગે છે. જેનાથી કોરોનાનું સંક્રમણ ઝડપભેર ફેલાય તેવી દહેશત વર્તાય રહી છે. આથી આવું જોખમ ટાળવા માટે કડક નિયમો જારી કરી તેનો અમલ કરવાની સાથેસાથે બીજું આધારકાર્ડ સેન્ટર ખોલવાની તેઓએ માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text