મોરબીમાં હદાણીની વાડી નજીક સી.સી. રોડનું ખાતમુહુર્ત

- text


ગુડ ગવર્નર્સ ડેની ઉજવણી અંતર્ગત રાજયમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

મોરબી : મોરબીમાં ગુડ ગવર્નર્સ ડેની ઉજવણી અંતર્ગત હદાણીની વાડી નજીક સી.સી. રોડના કામનું ખાતમુહુર્ત રાજ્યમંત્રીના હસ્તે કરાયું હતું.

ગત તા. 25ના રોજ ગુડ ગવર્નર્સ ડેની ઉજવણીના ભાગરૂપે હદાણીની વાડી, બુટાની વાડીથી ગપીની વાડી તથા રામજી મંદિરથી ગ્રાન્ડ મોમ્સ હોટેલ સુધી સી.સી. રોડના કામનું ખાતમુહુર્ત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ધીમંતભાઈ વ્યાસ – કમિશનર, નગરપાલિકા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહભાઈ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, પાવડી વિભાગના ચેરમેન દેવાભાઈ અવાડીયા તેમજ ચેરમેન ચતુરભાઈ દેત્રોજા, નરેન્દ્રભાઈ પરમાર, દીપકભાઈ પોપટ, પૂર્વ નગરપાલિકાના પ્રમખ કેતનભાઇ વીલપરા, અન્ય સદસ્યો તેમજ આ લતાના ઉપસ્થિત પ્રજાજનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. તેમ કે. કે. પરમારની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text