રાજ્યના આરોગ્ય કેન્દ્રોમાં MPHW, FHW, મખ્ય સેવિકા, ફાર્માસિસ્ટની ભરતી કરવા માંગ

- text


હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં પાંચ વર્ષથી ભરતી ન થતી હોવાની રાવ 
મોરબી : પંચાયત વિભાગ અંતર્ગત રાજ્યના આરોગ્ય કેન્દ્રોમાં MPHW, FHW, મખ્ય સેવિકા, લેબ. ટેક., ફાર્માસિસ્ટની હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં પાંચ વર્ષથી ભરતી ન થતી હોવાની રાવ સાથે ભરતી કરવા બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિ – ગુજરાત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને આવેદન પત્ર રજૂ કરવામાં આવ્યું છે.
MPHW, FHW, મુખ્ય સેવિકા, લેબ.ટેક., ફાર્માસિસ્ટ વર્ગ–3ની ભરતી છેલ્લે 24 નવેમ્બર, 2016માં કરવામાં આવી હતી. ત્યારબાદ અવારનવાર રૂબરૂ રજુઆત કરવા છતાં, અઢળક જગ્યા ખાલી હોવા છતાં કોઈ નવી ભરતી કરવામાં આવી નથી અને આજ દિન સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવેલ નથી. આ વિકાસશીલ ગુજરાતમાં ગુજરાત રાજ્યના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં MPHWની 2239, FHWની 4137, મુખ્ય સેવિકાની 1100 તથા લેબ. ટેક.અને ફાર્માસિસ્ટની અઢળક જગ્યાઓ આજની તારીખ સુધીમાં ખાલી છે. જો આ જગ્યા પર સીધી ભરતી કરવામાં આવે તો ગુજરાતના અસંખ્ય બેરોજગાર યુવાનો અને યુવતીઓને રોજગારી મળી શકે તેમ છે.
ગ્રામ કક્ષાએ MPHW, FHW, મુખ્ય સેવિકા, લેબ.ટેક., ફાર્માસિસ્ટ જે પાયાના કર્મચારી ગણાય છે. અને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પણ પૂરી પાડે છે. અને કોરોના કાળમાં આ જ પાયાના કર્મચારીઓએ સર્વશ્રેષ્ઠ કામગીરી કરી લોકોના જીવ બચાવેલા છે. જો આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં જો આગામી સમયમાં સમયસર ઉપરોકત ભરતી નહિ કરવામાં આવે તો ગ્રામ્ય કક્ષાએ પ્રજાના આરોગ્ય પર વિપરીત અસર પડી શકે તેમ છે.
અત્યાર સુધી બેરોજગાર યુવાનો અને યુવતીઓ દ્વારા 1100 જેટલા પોસ્ટકાર્ડ, ટિવટર અભિયાન, ઇ–મેલ અભિયાન તથા અવાર નવાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તથા ગાંધીનગર ખાતે રૂબરૂ રજુઆત કરવા છતાં આપ દ્વારા ગુજરાતના બેરોજગાર થવાનોને સંતોષ થાય તેવો કોઈ સ્પષ્ટ જવાબ આપેલ નથી અને માત્ર ને માત્ર ઠાલા વચનો જેવાકે આવી જશે, ટૂંક સમયમાં, પ્રોસેસમાં છે, ફાઈલ મંજૂરીમાં છે આવા ઓફિસિયલી જવાબ આપીને ગુજરાતના યુવાનોને ખોટા અને ઠાલા આશ્વાસન આપેલા છે.
આગામી સમયમાં જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને નજીકના જ દિવસોમાં આચાર સંહિતાનું જાહેરનામું લાગુ પડવા જઈ રહ્યું છે તો આ જાહેરનામું પહેલા ભરતીની જાહેરાત કરવામાં આવે તેવી વિનંતી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text