ધોરણ 10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી ધો-11 સાયન્સમાંB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે

- text


A અથવા AB પ્રવેશ મેળવવા પૂરક પરીક્ષા આપવી પડશે
મોરબી : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના વિકલ્પ આપ્યા બાદ ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે સુધારો કર્યો છે. જે અન્વયે બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી પણ ધોરણ 11 સાયન્સમાં B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. જો કે A અથવા AB ગ્રુપમાં પ્રવેશ માટે બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીને જુલાઈ માસમાં સ્ટાન્ડર્ડ ગણિતની પૂરક પરીક્ષા પાસ કરવી પડશે.
રાજ્યના શિક્ષણ વિભાગના તા.14/7/2021ના ઠરાવથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી ધો.10 ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝીક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું ઠરાવવામાં આવેલ છે. જેમાં ધોરણ-10નું ગણિત વિષયનું પઠયપુસ્તક એકસરખું જ રહેશે. જેમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ અલગ-અલગ રહેશે.
ખાસ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા નિયમમાં સુધારો કરેલ છે જે અન્વયે જે વિદ્યાર્થી ધોરણ-10માં ગણિત બેઝીક રાખશે તે ધોરણ-11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહીં તે નિયમ દૂર કરી જે વિદ્યાર્થી ધોરણ-10માં ગણિત બેઝીક રાખશે તે ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહમાં “B” ગૃપમાં પ્રવેશ મેળવી શકશે પરંતુ “A” અથવા “AB” ગૃપમાં પ્રવેશ મેળવી શકશે નહીં તેવું સ્પષ્ટ કરાયું છે.
વધુમાં

ધોરણ-10માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં “A” અથવા “AB” ગૃપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઇ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં “A” અથવા “AB” ગૃપમાં પ્રવેશ મેળવી શકશે તેમ સતાવાર રીતે જાહેર કરાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text