ચકી, ગુલાબ, ગોરધન અને રાજુએ ટંકારાના હડમતીયામાં ખેત શ્રમિકને ત્યાં ખાતર પાડ્યું હતું

- text


ટંકારાના હડમતીયા ગામે કપાસના વેચાણના રૂ.81,500ની ચોરી થયાની ઘટનામાં ગણતરીની કલાકોમાં જ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો

ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે દાહોદથી ખેતમજૂરીએ આવેલા ખેત શ્રમિકને કપાસના વાવેતર બાદ ભાગમાં આવેલા રૂપિયા 81,500 ની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં ટંકારા પોલીસે આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.જેમાં ચોરી કરનાર ચકી નામની મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ હજુ એક ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના હડમતીયા ગામે અશ્વીનભાઇ ધનજીભાઇ રાણસરીયાની વાડીમા ખેત મજૂરી કરતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામના બાબુભાઇ દુલાભાઇ મોહનીયાએ ભાગમાં કપાસ વાવવા રાખ્યો હતો અને આ કપાસ વેચાણના રૂપિયા 81,500 પોતાની ઓરડીમાં રાખ્યા હતા. દરમિયાન ગત તા.19ના રોજ કોઈ અજાણ્યા તસ્કર દ્વારા તેમની વાડીની ઓરડીમાંથી કપાસ વેચાણના રૂપિયા 81,500ની ચોરી કરી જતા આ મામલે ખેત શ્રમિક બાબુભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ચોરીની આ ઘટના મામલે ટંકારા પોલીસે બાબુભાઇની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

ટંકારા પોલીસે આ ચોરીના બનાવમા શંકાના પરિઘમાં રહેલા મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઘુંનડા ગામની સીમમાં રહેતા ચકીબેન મુકેશભાઈ પરમારને ઉઠાવીને પૂછપરછ કરતા તેણે જ અન્ય આરોપીઓ ગુલાબભાઈ રાયસિંગભાઈ બાંમણીયા, ગોરધનભાઇ હિમાભાઈ બાંમણીયા, રાજુભાઇ અલીસિંગ મંડૉરની સાથે મળીને ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આથી પોલીસે હાલ આરોપીઓ ચકીબેન મુકેશભાઈ પરમાર, ગુલાબભાઈ રાયસિંગભાઈ બાંમણીયા, ગોરધનભાઇ હિમાભાઈ બાંમણીયાની ધરપકડ કરી હતી.જ્યારે ચોથો આરોપી રાજુભાઇ અલીસિંગ મંડૉર હાથમાં ન આવતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text