મોરબીના મહિલા મુંબઈ ગયા અને કોરોના વળગ્યો, વધુ એક કેસ

- text


સતત બીજા દિવસે પણ કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ

મોરબી : મોરબી જિલ્લામાં સવા ત્રણ મહિના શાંત પડેલો કોરોના હવે દિવાળી પછી સક્રિય થઈ ગયો છે. ગઈકાલે એક કેસ આવ્યા બાદ આજે ફરી વધુ એક કેસ નોંધાયો છે. જેમાં એક મહિલા મુંબઈ ફરવા ગયા હતા અને ત્યાંથી સંક્રમિત થઈને આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

મોરબી શહેરમાં રહેતા 40 વર્ષના મહિલાનો આજ રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તેઓ દિવાળીના તહેવારો માં મુંબઈ ગયા હોઈ ગત તા.8 ના રોજ મુંબઈ થી મોરબી પરત આવ્યા હતા. બાદમાં આજ રોજ તેઓનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવેલ છે.આ દર્દીએ કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ લીધેલ છે. બીજો ડોઝ લેવાનો બાકી છે.

- text

મોરબી જિલ્લામાં દિવાળીના તહેવાર બાદ કોરોનાએ ફરી માથુ ઊંચક્યું છે. ગઈકાલે રવાપર ગામમાં એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાં ફરી આજે પણ મોરબી શહેરમાં રહેતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માટે હવે મોરબી જિલ્લાના લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી બની છે.

કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેક્સિનનો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text