હવે કન્સલ્ટેશન માટે ધક્કા ખાવાની જરૂર નથી : “DforDr” એપ લોન્ચ, ઘરે બેઠા જ મળશે નિષ્ણાંત તબીબોની સેવા

- text


 

  • લેબ, મેડિકલ, ફિઝીયોથેરાપી અને હોમ કેર સહિતની સર્વિસ આંગળીના ટેરવે મળશે

  • હેલ્થ સંબંધિત કઈ પણ પ્રશ્નના જવાબ પણ વિનામૂલ્યે મેળવી શકાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : તમામ ક્ષેત્રે હવે ડિજિટલ ક્રાંતિ આવી છે. ત્યારે તબીબી ક્ષેત્ર પણ તેમાંથી બાકાત કેમ રહી શકે ? આવા જ ઉમદા વિચારથી મોરબીના તરવરિયા યુવાનોએ મળીને “DforDr” નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. જેના થકી હવે મોરબી ઉપરાંત સમગ્ર દેશના લોકો માત્ર આંગળીના ટેરવે જ આરોગ્યને લગતી તમામ સેવાઓ મેળવી શકશે.

DforDr” એપ્લિકેશનમાં છ વિભાગો છે. જેમાં ડોકટર, હોમ કેર- નર્સ વિભાગ, ફિઝીયોથેરાપી, ફાર્મસી, લેબોરેટરી અને હોસ્પિટલ વિભાગનો સમાવેશ થાય છે. ડોકટર વિભાગમાં કોઈ પણ દર્દી નિષ્ણાંત ડોકટર પસંદ કરી તેની પાસેથી કન્સલ્ટેશન મેળવી શકે છે. ઉપરાંત તેમની રૂબરૂ એપોઈમેન્ટ પણ લઈ શકે છે. ડોકટર વિભાગમાં કોઈ પણ તબીબ જોઈન થઈ શકે છે.

હોમ કેર અને નર્સ વિભાગમાંથી દર્દીને ઘરે બેઠા સારવાર કરાવી હોય તો તેની સર્વિસ પુરી પાડવામાં આવશે. ફિઝિયોથેરાપી વિભાગમાંથી દર્દી માર્ગદર્શન મેળવી શકે છે. ઉપરાંત ડોકટરને ઘરે પણ બોલાવી શકે છે. ફાર્મસી વિભાગમાં અનેક મેડીકલોનું લિસ્ટ હશે. તેમાંથી દર્દી કોઈ પણ મેડિકલ સ્ટોરને દવાનો ઓર્ડર આપી શકે છે. આ ઉપરાંત એપને પણ દવાનો ઓર્ડર આપી શકે છે. એપને અપાયેલ ઓર્ડરમાં 10 ટકા ડિસ્કાઉન્ટ અને નજીકના વિસ્તારમાં ફ્રી ડિલિવરીની સર્વિસ મળશે.

લેબોરેટરી વિભાગમાં અનેક લેબોરેટરી જોડાયેલી છે. જેમાં લેબોરેટરીમાં ઓનલાઇન બુકીંગ તથા હોમ કલેક્શન સહિતની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત રિપોર્ટ ઉપરથી ફ્રી કન્સલ્ટેશન પણ મળશે. ત્યારબાદ હોસ્પિટલ વિભાગમાં તમામ હોસ્પિટલનું લિસ્ટ હશે. જેમાંથી હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સર્વિસની માહિતી રજૂ કરવામાં આવી હશે.

- text

આ એપ્લિકેશનમાં આકર્ષક રેફરન્સ સિસ્ટમ પણ રાખવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશનનો બીજાને રેફરન્સ આપશે. તો તેને 50 રૂ. અને નવા યુઝરને 100 રૂ. મળશે. આ એપમાં જે કોઈ ડિસ્કાઉન્ટ હશે તેનો લાભ આ રૂપિયામાંથી મળશે. વધુમાં એપ દ્વારા રેફરન્સથી આપવામાં આવેલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે નહીં કે બીજે ક્યાંય ખર્ચી શકાશે નહીં. ડિસ્કાઉન્ટ મેળવવામાં તેનો ઉપયોગ થઈ શકશે.

વધુમાં આ એપ્લિકેશનમાં હેલ્થને લગતી પ્રશ્નોતરી માટે અલગ વિભાગ હશે. જેમાં લોકો આરોગ્યને લગતા કોઈ પણ પ્રશ્ન લખીને મેસેજ સ્વરૂપે મોકલી શકે છે. સામે તબીબ દ્વારા તેનો જવાબ પણ આપવામાં આવશે.

 

એપ આ લિંક ઉપરથી ઇન્સ્ટોલ કરો

https://play.google.com/store/apps/details?id=com.croodstech.dfordr

 

વધુ જાણકારી માટે અથવા કોઈ પણ જાતના પ્રોબ્લેમના સોલ્યુશન માટે નીચે આપેલા નંબરનો સમ્પર્ક કરો

વોટ્સએપ નંબર:- +917984562126
હેલ્પલાઇન નંબર :- +916357391008
કસ્ટમર કેર નંબર :- +918128384389

તબીબોએ કે હોસ્પિટલોએ જોઈન થવા માટે વોટ્સએપ નંબર 7984562126 ઉપર હેલો કરીને મેસેજ કરવો તથા એપ્લિકેશનમાં સાઇન ઇન કરતા પૂર્વે જ જોઇનિંગના વિકલ્પમાં જવું.

- text