ઉડતા કચ્છ ! ચરસના જથ્થા સાથે ત્રણ કચ્છી યુવાનોને દબોચી લેતી માળીયા પોલીસ

- text


કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયા ત્રણ રસ્તા પુલ નજીક પોલીસનું ઓપરેશન : બે શખ્સોના નામ ખુલ્યા

મોરબી : ઉડતા પંજાબની જેમ કચ્છના યુવાનોને નશાની લતે ચડાવવા ચરસનો 880 ગ્રામનો જંગી જથ્થો લઈને જઈ રહેલા ત્રણ ઈસમોને માળીયા પોલીસે દબોચી લઇ એસ્ક્રોસ કાર સહીત રૂપિયા ૯,૪૭,૨૦૦નો મુદામાલ કબ્જે કરી ચરસ સપ્લાયરના નામ ખોલવામાં સફળતા મેળવી છે.

માળીયા પોલીસ ટીમે ગઈકાલે બાતમીને આધારે કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયા ત્રણ રસ્તા પુલ નજીક વોચ ગોઠવી એસક્રોસ કાર નં- GJ-12-DS-2804ને અટકાવી તલાસી લેતા કારમાં સવાર વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઇ બારોટ, ઉવ.-૨૫ રહે.ડી-૨૨ ઈફ્કો કોલોની ઉદયનગર ગાંધીધામ, મુળ.ભાભર જી.બનાસકાંઠા, દશરથ દિનેશભાઇ વ્યાસ, ઉવ.-૩૩ રહે.આદીપુર ગુરૂકૃપા સસાયટી મેઘપર અને શંકર ગોવાભાઇ ગરચર, ઉવ.-૨૧ રહે.મીંદીયાળા તા.અંજાર જી.ભુજ વાળાના કબ્જામાંથી ચરસ ૮૮૦ ગ્રામ કિ.રૂ. ૧,૩૨,૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો.

- text

દરમિયાન પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ ચરસનો આ જથ્થો યશ ગોવિંદભાઇ ગઢવી રહે.બ્રમ્હપુરી સોસાયટી માંડવી અને જીવરાજ હરધોળ ગઢવી રહે.ચાગડાઇ તા.માંડવી વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને સપ્લાયરને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

ચરસના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૫૦૦૦, મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૧૦,૦૦૦ અને એસક્રોસ કાર કિ.રૂ.૮,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૯,૪૭,૨૦૦ ના મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈ પાંચેય આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી),૨૦બી,(૨૯) મુજબ ગુન્હો દાખલ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text