અહીંયા તુફાન જીપ ઉભી રાખતો નહીં કહી ડ્રાઇવર ઉપર હુમલો

- text


ટંકારાના છાપરી નજીક મારમારીના બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ

ટંકારા : ટંકારાના છાપરી નજીક તુફાન જીપ અહીં ઉભી રાખવી નહીં કહી તુફાન જીપના ડ્રાઇવર ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ ધોકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ટંકારા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કાસમભાઇ ઇસ્માઇલભાઇ સમેપૌત્રા (ઉ.વ.૫૪ ધંધો ડ્રાઇવીંગ રહે.તીલકનગર તા.ટંકારા) એ આરોપીઓ અવેશ આદમભાઇ અબ્રાણી, રાજીલ આદમભાઇ અબ્રાણી (રહે બન્ને ટંકારા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ ના રોજ સવારના સાડા નવેક વાગ્યાના સુમારે ફરીયાદી પોતાની તુફાન ગાડી નંબર GJ-03-Z-9543 વાળી લઈ છાપરી પાસે ઉભા હતા. ત્યારે આરોપીઓએ ત્યાં આવી ફરીયાદીના દીકરા સાથે અગાઉ મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી ગાડી નહી રાખવાનુ કહી ફરીયાદી સાથે ઝઘડો કરી ગાળો આપી ઢીકા પાટૂનો માર મારી તેમજ લાકડા ધોકા વતી ફરીયાદીના શરીરે તથા ડાબા પગમા પંજા તથા પીંડીના ભાગે માર મારતા ફેક્ચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ પરથી પોલીસે બન્ને આરોપીઓ સામે આઇ.પી.સી.કલમ.૩૨૫.૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text