માળીયા પાસે કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા

- text


અન્ય બનાવમાં પણ ઈંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

માળીયા : માળીયા પોલીસે ગઈકાલે બાતમીના આધારે કારમાં ખાનું બનાવી તેમાં ઈંગ્લીશ દારૂ છુપાવીને હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા અને પોલીસની તપાસમાં આ બન્ને બુટલેગરોનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો અને દારૂની હેરાફેરીના અન્ય ગુના પણ નોંધાયા હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત અન્ય બનાવમાં પણ ઈંગ્લીશ દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લેવાયા હતા.

માળીયા (મીં) પોલીસ સ્ટાફે ગઈકાલે નેશનલ હાઇ-વે રોડ પર આરામ હોટલ સામે કચ્છથી માળીયા તરફ આવતા રોડ પર બાતમીના આધારે વોચ ગોઠવી ઇકો ગાડી નં- GJ-03-LG-5080 ને ઝડપી લીધી હતી.આ કારની તલાશી લેતા તેમાં ખાનું બનાવીને છુપાવેલો ઈંગ્લિશ દારૂ મળી આવ્યો હતો. આથી માળીયા પોલીસે કારની કિમત રૂપીયા ૨,૦૦,૦૦૦, વિદેશી દારૂ ની બોટલો નંગ-૮૪ કિ રૂ ૩૧,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ રૂ-૫,૫૦૦ એમ કુલ ૨,૩૭,૦૦૦ ના મુદામાલ સાથે આરોપીઓ ઇમરાનભાઇ કાળુભાઇ દીવાન અને ઇમરાનશા કાસમશા દીવાનને ઝડપી લીધા હતા.

- text

જ્યારે અન્ય બનાવમાં માળીયા (મીં) પોલીસે ગઈકાલે બાતમીના આધારે માળિયા કચ્છ નેશનલ હાઇ-વે ચેક પોસ્ટ ઓનેસ્ટ હોટેલ પાસે સ્કોર્પિયો કાર નં- GJ-01-RD- 0151 માં ઈંગ્લિશ દારૂ ૨૦૦ ML કિ.રૂ. ૧૦૦ સાથે નીકળેલા આરોપી રાજનભાઈ ચંદુભાઈ રાણાને સ્કોર્પિયો કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩,૦૦,૧૦૦ ની સાથે ઝડપી લીધો હતો. તેમજ માળીયા પોલીસે માળીયાના વિદરકા ગામના પાટીયા પાસે ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી નંગ-૧ કી. રૂ.૩૭૫ નો મુદ્દામાલ પોતાના પેન્ટના નેફામા રાખી નીકળેલા આરોપી કિશનભાઇ રાઘવજીભાઇ રાઠોડને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text