મોટી બરાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ “સાબુ બેંક”ની સ્થાપના કરી

- text


સાબુ બેંકમાં સાબુનું દાન કરી શકાશે

માળીયા (મી.) : માળીયા તાલુકાના મોટી બરાર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ “સાબુ બેંક”ની સ્થાપના કરી કરવામાં આવી છે.

કોરોના મહામારીથી સાબિત થયું છે કે સાબુ વડે હાથ ધોવાથી રોગોના સંક્રમણને રોકી શકાય છે. આ હેતુને ધ્યાનમાં રાખી ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા “ગ્લોબલ હેન્ડવોશિંગ ડે” નિમિતે શાળાઓમાં સાબુ બેંકની સ્થાપના કરવા જણાવવામાં આવ્યું હતું.

જે અંતર્ગત માળિયા તાલુકાના મોટી બરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને સાબુ બેંકની સ્થાપના કરી હતી. આ સાબુ બેંકનું સંચાલન શાળાના વિદ્યાર્થી ઓગણજા અમન અને ડાંગર પ્રિયા દ્વારા કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાબુ બેંકમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ કે ગામની કોઈપણ વ્યક્તિ સાબુનું દાન કરી શકશે. સાબુ બેંકમાં એકઠા થયેલા સાબુનો ઉપયોગ શાળામાં વિદ્યાર્થીઓ નિયમિત હાથ ધોવા માટે કરાશે અને કોરોના જેવા રોગોના સંક્રમણથી રક્ષણ મેળવશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text