મોરબી અપડેટ આયોજિત યુનિવર્સલ હોમ ડેકોર રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું રજિસ્ટ્રેશન શરૂ

- text


27મી સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે, પ્રથમ દિવસે જ લોકોનો જબ્બર પ્રતિસાદ, વહેલા તે પહેલાંના ધોરણે રજિસ્ટ્રેશન : સમગ્ર સ્પર્ધા નિઃશુલ્ક
એક સ્પર્ધક બન્ને સ્પર્ધામાં પણ ભાગ લઈ શકશે : દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર અપાશે, 1થી 3 વિજેતા સ્પર્ધકોનો જાહેર સન્માન સમારોહ યોજાશે

મોરબી : દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની આપણી પરંપરાને વધુ મજબૂત કરવા તેમજ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં ઘરે બનેલી આરોગ્યપ્રદ વાનગીઓ અને હેલ્ધી ફૂડ અંગે અવરનેશ લાવવા મોરબી અપડેટ દ્વારા 31 ઓક્ટોબરને રવિવારના રોજ યુનિવર્સલ હોમ ડેકોર રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ લોકોનો જબ્બર ઉત્સાહ જોવા મળ્યો છે. જેથી લિમિટેડ સ્પર્ધકો જ લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન થઈ શકશે.

આ બંને રંગોળી અને હેલ્ધી ફૂડ સ્પર્ધા અલગ અલગ યોજાશે. જેમાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે. એક સ્પર્ધક બંને સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને આકર્ષક મોમેન્ટો આપી જાહેરમાં સન્માનીત કરાશે. સ્પર્ધા 31/10/2021ને રવિવારે મોરબી શહેરમાં યોજાશે. ફાઇનલ સ્થળ અને સમય રજિસ્ટ્રેશન પૂર્ણ થતાં બાદ જણાવવામાં આવશે.

રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધાના સ્થળે ત્રણ કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવવાની રહેશે. અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય. રંગોળી માટેના કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે.રંગોળીની સાઈઝ 4×4 ફૂટની ફિક્સ રાખવાની રહેશે. હેલ્ધી ફૂડ કોમ્પિટિશનમાં સ્પર્ધકે ઘરેથી રસોઈ બનાવીને સ્પર્ધાના સ્થળે લાવવાની રેહશે. સ્પર્ધકે રસોઈનું નામ, તેમાં ક્યાં ક્યાં તત્વો, મસાલા વગેરે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની વિગત, રસોઈ બનાવવાની રીત, રસોઈનો સમય, તેમજ રસોઈના આરોગ્યપ્રદ ફાયદા સહિતની વિગતનો પ્રદર્શનમાં રસોઈની બાજુમાં મૂકી શકાય તેવો ચાર્ટ બનાવીને લાવવાનો રહેશે.

- text

સ્પર્ધામાં ભાગ લેવા માટે 27 ઓક્ટોમ્બર પેહલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે નિરાલી વિડજા મો.નં. 8141680092, ધરતીબેન બરાસરા મો.નં. 9825941704, મયુરીબેન કોટેચા મો.નં. 9275951954, વિશાખાબેન દવે મો.નં. 9925108743, કાજલબેન ચંડીભમર મો.નં. 9825488733નો સંપર્ક કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન માટે ફોન અથવા વોટ્સએપમાં મેસેજ કરી શકાશે.

આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સર યુનિવર્સલ હોમ ડેકોર છે. જ્યારે કો સ્પોન્સર તરીકે હીરો જય ગણેશ, રાજ કોમ્યુનિકેશન, શ્રીજી બોરવેલ એન્ડ શ્રીજી અર્થીંગ સિસ્ટમ, પારેખ જવેલર્સ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text