માળીયા પંથકના અગરિયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


 

આરોગ્ય કેમ્પનો 150 જેટલા આગરિયા તેમજ માછીમાર ભાઈ બહેનોએ લાભ લીધો

માળીયા : માળીયા (મી) ના વેણાસર અગર વિસ્તારમાં આજે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને તાલુકા હેલ્થ ઓફીસ માળીયા તેમજ મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા આગરિયા તેમજ માછીમાર ભાઈ બહેનોના આરોગ્ય માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આગરિયા તેમજ માછીમાર ભાઈ બહેનોના આરોગ્ય માટેના સર્વરોગ નિદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર બાવરવા, બાળરોગ નિષ્ણાંત ડો.વિકીયાબેન, જનરલ રોગોના ડો. ત્રિભોવન તેમજ સી.એચ.ઓ. અને ટી.એચ.ઓ.ની ટીમ તથા મોબાઈલ ટીમના એમ.પી.ડબ્લ્યુ. અશ્વિનભાઈ, મારુતસિંહ ભારતસિંહ બારૈયા, મોરબી જિલ્લા કોઓર્ડીનેટર અગરિયા હિત રક્ષક મંચ તેમજ અગરિયા આગેવાન રામભાઈ દેવરાજભાઈએ હાજર રહીને યથા યોગ્ય સેવાઓ આપી હતી. આ કેમ્પમાં 150 જેટલા આગરિયા તેમજ માછીમાર ભાઈ બહેનોએ લાભ લીધો હતો.

- text