રેલ્વે તંત્રની આડોડાઈ : વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વે ટ્રેક પર રો મટીરીયલનો પથારો

- text


રેલ્વે તંત્રએ રેલ્વે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કર્યા બાદ વધારાનો સમાન રોડ ઉપર છોડી દેતા અકસ્માતનો ભય

મોરબી : માળીયાના વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વેટ્રેક પર રેલ્વે તંત્રની આંડોડાઈ સામે આવી છે. જેમાં રેલ્વે તંત્રએ રેલ્વે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કર્યા બાદ વધારાનો રોમટીરીયલ સહિતનો સમાન રોડ ઉપર છોડી દેતા અને સામેની બાજુએ ગાંડા બાવળે જગ્યા રોકી લેતા સિંગલ પટ્ટીનો માર્ગ અતિશય સાંકડો થઈ જતા અકસ્માતનો ભય ઝળુંબી રહ્યો છે.

- text

માળીયાના વવાણીયાથી મોટા દહીંસરાને જોડતો રોડ પર રેલ્વે દ્વારા થોડા સમય પહેલા રેલવે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. છતાં હજુ સુધી રેલવે લાઈનની બાજુમાં રો મટીરીયલ તથા સિમેન્ટનો માલ સામાનનો રોડ પર પથારો પડ્યો છે. રોડ ઉપર માટી સહિતનો પથારો પડ્યો હોય લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. જેમાં રોડની આ સાઈડમાં બિનજરૂરી માલ સમાનનો પથારો પડ્યો છે અને રોડની સામેની બાજુએ ગાંડા બાવળે જગ્યા રોકી લીધી છે.આથી સિંગલ પટ્ટીનો.માર્ગ ઘણો જ સાંકડો પડી ગયો છે જેથી લોકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં આ ગંભીર સમસ્યાનું નિરાકરણ ન આવતા ફરી એકવાર જાગૃત નાગરીકે તંત્ર સમક્ષ યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text