મોરબી અપડેટ દ્વારા 31મીએ યુનિવર્સલ હોમ ડેકોર રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશન

- text


27મી સુધી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલશે, એક સ્પર્ધક બન્ને સ્પર્ધામાં પણ ભાગ લઈ શકશે

દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર અપાશે, 1થી 3 વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો આપી સન્માનીત કરાશે

મોરબી : દિવાળી પર કલાત્મક રંગોળી કરવાની આપણી પરંપરાને વધુ મજબૂત કરવા તેમજ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં ઘરે બનેલી આરોગ્યપ્રદ વાનગીઓ અને હેલ્ધી ફૂડ અંગે અવરનેશ લાવવા મોરબી અપડેટ દ્વારા 31 ઓક્ટોબરને રવિવારના રોજ યુનિવર્સલ હોમ ડેકોર રંગોળી અને હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બંને રંગોળી અને હેલ્ધી ફૂડ સ્પર્ધા અલગ અલગ યોજાશે. જેમાં મોરબી જિલ્લાની કોઈ પણ મહિલા વિનામૂલ્યે ભાગ લઈ શકશે. એક સ્પર્ધક બંને સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 1થી 3 વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો આપી સન્માનીત કરાશે. સ્પર્ધા 31/10/2021ને રવિવારે મોરબી શહેરમાં યોજાશે. ફાઇનલ સ્થળ અને સમય રજિસ્ટ્રેશન પૂર્ણ થતાં બાદ જણાવવામાં આવશે.

- text

રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારે સ્પર્ધાના સ્થળે ત્રણ કલાકની સમય મર્યાદામાં પોતે એકલાએ રંગોળી બનાવવાની રહેશે. અન્ય વ્યક્તિની મદદ નહીં લઈ શકાય. રંગોળી માટેના કલરો, જરૂરી સાધનો તેમજ અન્ય જરૂરી વસ્તુઓ સ્પર્ધકે પોતાના ખર્ચે લાવવાના રહેશે.રંગોળીની સાઈઝ 4×4 ફૂટની ફિક્સ રાખવાની રહેશે. હેલ્ધી ફૂડ કોમ્પિટિશનમાં સ્પર્ધકે ઘરેથી રસોઈ બનાવીને સ્પર્ધાના સ્થળે લાવવાની રેહશે. સ્પર્ધકે રસોઈનું નામ, તેમાં ક્યાં ક્યાં તત્વો, મસાલા વગેરે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની વિગત, રસોઈ બનાવવાની રીત, રસોઈનો સમય, તેમજ રસોઈના આરોગ્યપ્રદ ફાયદા સહિતની વિગતનો પ્રદર્શનમાં રસોઈની બાજુમાં મૂકી શકાય તેવો ચાર્ટ બનાવીને લાવવાનો રહેશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે 27 ઓક્ટોમ્બર પેહલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે નિરાલી વિડજા મો.નં. 8141680092, ધરતીબેન બરાસરા મો.નં. 9825941704, મયુરીબેન કોટેચા મો.નં. 9275951954, વિશાખાબેન દવે મો.નં. 9925108743, કાજલબેન ચંડીભમર મો.નં. 9825488733નો સંપર્ક કરવાનો રહેશે. રજિસ્ટ્રેશન માટે ફોન અથવા વોટ્સએપમાં મેસેજ કરી શકાશે.

આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સર યુનિવર્સલ હોમ ડેકોર છે. જ્યારે કો સ્પોન્સર તરીકે હીરો જય ગણેશ, રાજ કોમ્યુનિકેશન, શ્રીજી બોરવેલ એન્ડ શ્રીજી અર્થીંગ સિસ્ટમ, પારેખ જવેલર્સ છે.

- text